ઑફિસમાં લૅપટૉપ પર કામ કરતી સ્ત્રી સ્ક્રીન ઍટેચ કરી રહી છે.

Microsoft ખાતે ગોપનીયતા

કાર્યસ્થાનમાં, ઘરે અને સફર દરમિયાન તમારો ડેટા ખાનગી છે.

Microsoft ખાતે, અમે ગોપનીયતાનું મૂલ્ય સમજીએ છીએ, તેને સુરક્ષિત કરીએ છીએ અને તેનું સંરક્ષણ કરીએ છીએ. અમે પારદર્શકતામાં માનીએ છીએ, જેથી લોકો અને સંસ્થાઓ તેમનો ડેટા નિયંત્રિત કરી શકે અને તેનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે તેમાં અર્થપૂર્ણ પસંદગીઓ હોય. અમે અમારા ઉત્પાદનો અને સેવાઓનો ઉપયોગ કરતા હોય તેવી દરેક વ્યક્તિની ગોપનીયતા પસંદગીઓને સશક્ત કરીએ છીએ અને તેનું સંરક્ષણ કરીએ છીએ.

ઘરે

ગોપનીયતા એ ગ્રાહકો જે ઉત્પાદનો અને સેવાઓનો દરરોજ ઉપયોગ કરે છે તેને અમે કેવી રીતે આકાર આપીએ છીએ તે બાબતના કેન્દ્રમાં છે. અમે ગોપનીયતા સંસાધનો અને નિયંત્રણો પ્રદાન કરીએ છીએ, જેથી તમે તમારો ડેટા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેને મેનેજ કરી શકો.

કાર્યસ્થાન પર

એન્ટરપ્રાઇઝ અને વ્યવસાયિક ગ્રાહકો, IT વ્યવસ્થાપકો, અથવા કાર્યસ્થાનમાં Microsoft ઉત્પાદનોને ઉપયોગમાં લેતી કોઈ પણ વ્યક્તિ માટે, અમારા ઉત્પાદનો અને સેવાઓમાં ગોપનીયતા અને સુરક્ષા પ્રણાલિકાઓ વિશે માહિતી મેળવવા માટે Microsoft વિશ્વાસ કેન્દ્રની મુલાકાત લો.

ગોપનીયતા માટે અમારી પ્રતિબદ્ધતા

અમે અમારી ગોપનીયતા પ્રતિબદ્ધતાઓનો આધાર સશક્ત ડેટા પ્રબંધન પ્રણાલિકાઓને બનાવીએ છીએ, જેથી તમે વિશ્વાસ કરી શકો કે અમે તમારા ડેટાની ગોપનીયતાનું અને ગુપ્તતાનું રક્ષણ કરીશું અને અમે ફક્ત એવી રીતે જ તેનો ઉપયોગ કરીશું જે તમે તેને જે કારણોસર પ્રદાન કરી હતી તેની સાથે સુસંગત હોય.

તમે તમારી માહિતીને નિયંત્રિત કરો છો

તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે થાય છે તે અંગે સ્પષ્ટ અને અર્થપૂર્ણ પસંદગીઓ સહિત, અમે તમને તમારા ડેટાને નિયંત્રિત કરવાની ક્ષમતા આપીએ છીએ.

આધુનિક ઑફિસમાં કાર્ય કરી રહેલ એક આત્મવિશ્વાસુ યુવા મહિલા વ્યવસાયીનું પોર્ટ્રેટ.
ઝાંખો પ્રકાશ ધરાવતી ઑફિસમાં Microsoft Surface Studio પર સ્ક્રોલિંગ અથવા કાર્ય કરતી ડાર્ક શર્ટ પહેરેલી સ્ત્રીની સાઇડ પ્રોફાઇલ.

તમારો ડેટા સુરક્ષિત છે

એન્ક્રિપ્શન અને અન્ય શ્રેષ્ઠ સુરક્ષા પ્રણાલિકાઓનો ઉપયોગ કરીને અમે તમારા ડેટાનું સખત રક્ષણ કરીએ છીએ.

તમે ડિઝાઇન દ્વારા ગોપનીયતાની અપેક્ષા રાખી શકો છો

અમે ઉપયોગકર્તા ગોપનીયતાને વળગી રહેવા માટેની મુખ્ય પ્રતિબદ્ધતા સાથે અમારા ઉત્પાદનોને ડિઝાઇન કરીએ છીએ.

આધુનિક ઑફિસમાં ડિજિટલ ટૅબ્લેટનો ઉપયોગ કરતા પરિપક્વ વ્યવસાયીનું પોર્ટ્રેટ જેમાં પૃષ્ઠભૂમિમાં તેમના સહકર્મીઓ છે.
ઑફિસની ખુલ્લી જગ્યામાં એન્ટરપ્રાઇઝના સ્ત્રી અને પુરુષ કર્મચારીઓ સ્ટાયલસ પેન પકડીને એકબીજા સાથે સહયોગ કરી રહ્યાં છે.

અમે તમારા અધિકારો માટે ઊભા છીએ

અમે વધુ મજબૂત ગોપનીયતા કાયદાઓ અને સુરક્ષાઓ માટે લડીએ છીએ અને જો ડેટા માટે સરકાર તરફથી કોઈ વિનંતી ડેટા માટે કરવામાં આવશે, તો તમારા અધિકારોનું રક્ષણ કરીશું.

આ સિદ્ધાંતો ગોપનીયતા પ્રત્યે Microsoft ના અભિગમના પાયાનું નિર્માણ કરે છે અને જે રીતે અમે અમારા ઉત્પાદનો અને સેવાઓને બનાવીએ છીએ, તેને આકાર આપવાનું તે ચાલુ રાખશે.

અમે તે સિદ્ધાંતોનો કેવી રીતે અમલ કરીએ છીએ તેના વિશે વધુ માહિતી મેળવો.

  • અમારા ગોપનીયતા વિશેના કાર્ય બાબતે તમને અપડેટ રાખવા માટે, અમે નિયમિતપણે Microsoft ગોપનીયતા અહેવાલ પ્રકાશિત કરીએ છીએ.
  • અમે અમારા ગોપનીયતા FAQsમાં ગ્રાહકો વ્યક્તિગત ડેટાને કેવી રીતે નિકાસ કરી શકે છે અથવા હટાવી શકે છે તે સમજાવીએ છીએ.
  • અમે Microsoft ગોપનીયતા વિધાનમાં અમારા ઉત્પાદનો અને સેવાઓ વિશે વિગતવાર ગોપનીયતા માહિતી આપીએ છીએ.
  • અમે માનીએ છીએ કે અમે બનાવીએ છીએ તે ટેકનોલોજીથી પૃથ્વી પરના દરેક જણને અને પૃથ્વીને પોતાને પણ ફાયદો થવો જોઈએ. વધુ માહિતી માટે Microsoft કોર્પોરેટ સામાજિક જવાબદારીની મુલાકાત લો.

નવું શું છે

લૅપટૉપ પર ટાઈપ કરી રહ્યાં છે

તમારા ડેટાનું સંરક્ષણ કરવા માટે નવા પગલાં

જેઓને યુરોપિયન યુનિયનમાંથી તેમનો ડેટા ખસેડવાની જરૂર છે તેવા અમારા સાર્વજનિક ક્ષેત્રના અને એન્ટરપ્રાઇઝ ગ્રાહકો માટે નવી સુરક્ષાઓ જાહેર કરી છે, જેમાં ડેટા માટેની સરકારી વિનંતિઓને પડકારવાની કરાર આધારિત પ્રતિબદ્ધતાનો અને અમારો દૃઢ વિશ્વાસ બતાવવા માટેની નાણાંકીય પ્રતિબદ્ધતાનો સમાવેશ થાય છે.

EU બતાવતો વિશ્વનો નકશો

EU માં EU ડેટાને સંગ્રહિત કરવો અને તેની પર પ્રક્રિયા કરવી

યુરોપિયન યુનિયન માટે નવી પ્રતિજ્ઞા જાહેર કરવામાં આવી છે. જો તમે EU માં વાણિજ્યિક કે સાર્વજનિક ક્ષેત્રના ગ્રાહક હશો, તો અમે અમારી હાજર ડેટા સંગ્રહણ પ્રતિબદ્ધતાઓથી આગળ વધીને તમને EU માં તમારા બધા ડેટા પર પ્રક્રિયા કરવા અને સંગ્રહ કરવા માટે સક્ષમ કરીશું.

માસ્ક પહેરીને લૅપટૉપનો ઉપયોગ કરી રહેલી સ્ત્રી

COVID-19ની સમસ્યાને ઉકેલતી વખતે ગોપનીયતાનું જતન કરવું

અમે આ વૈશ્વિક મહામારી સામે લડવામાં મદદ કરવાના આગલા તબક્કામાં પ્રવેશી રહ્યાં હોવાથી, સૂચનો તરીકે ધ્યાનમાં લેવા માટે અમે સાત સિદ્ધાંતો ઑફર કરી રહ્યાં છીએ.

સ્માર્ટફોનનો ઉપયોગ કરવો

તમારા વ્યક્તિગત ડેટાને સુરક્ષિત કરવા માટેના & તમારા ડિવાઇસેસનું રક્ષણ કરવા માટેના 10 સરળ નિયમો

સાઈબર અપરાધીઓ દ્વારા તમારી ઓળખ ચોરી કર્યા પછી તમારી બધી ઓળખ, ક્રેડિટ કાર્ડ્સ અને સત્તાવાર દસ્તાવેજોને બદલવાની ક્યારેય જરૂર નથી.

તમે તમારી ગોપનીયતા સેટિંગ્સ મેનેજ કરવા વિશે અમારા ઉત્પાદનો અને સેવાઓમાં ગોપનીયતામાં જાણી શકો છો.

જો તમે કેલિફોર્નિયા રાજ્યના એક નિવાસી છો, તો કૃપયા અમારી કેલિફોર્નિયા કન્ઝ્યુમર પ્રાઇવેસી એક્ટ (CCPA) કેલિફોર્નિયાના ગ્રાહકો માટે નોટિસ જુઓ.

અમે સુધારો કરવા માટે સતત કાર્ય કરીએ છીએ, તેથી જો ગોપનીયતાની બાબતમાં, તમને અમારા ઉત્પાદનો અને સેવાઓમાં એવું કંઈક ધ્યાનમાં આવે જે તમારી અપેક્ષા અનુસાર કાર્ય કરતું ન હોય, તો કૃપયા અમને જાણ કરો.